બેંકમાં નોકરી મેળવવા ઈચ્છતા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ ખૂબ જ ઉપયોગી સમાચાર છે. IBPS RRB ભરતી 2025 (પ્રાદેશિક ગ્રામીણ બેંક) માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો IBPS ibps.in ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને 21 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે.
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે IBPS એ એક મોટી તક જાહેર કરી છે. IBPS એ RRBs માં ઓફિસર સ્કેલ અને ઓફિસ આસિસ્ટન્ટની કુલ 13,217 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આમાંથી સૌથી વધુ જગ્યાઓ ઓફિસ આસિસ્ટન્ટ (લગભગ 8000) અને ઓફિસર સ્કેલ-I (લગભગ 4000) માટે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2025 છે.
લાયકાત અને વય મર્યાદા:
ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ-I માટે, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી ફરજિયાત છે. ઓફિસર સ્કેલ-II માટે, ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જરૂરી છે. લો ઓફિસર જેવી જગ્યાઓ માટે સંબંધિત ક્ષેત્રમાં વિશિષ્ટ ડિગ્રી (LLB) હોવી આવશ્યક છે.ઓફિસ આસિસ્ટન્ટ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ છે. ઓફિસર સ્કેલ-I માટે 18 થી 30 વર્ષની વય નક્કી કરવામાં આવી છે. અન્ય પદો માટે વય મર્યાદા સરકારી નિયમો મુજબ છે.
બાકી વધારા ની પોસ્ટ માટે ની વિગત નીચે કોષ્ટક આપેલ છે
IBPS RRB PO Educational Qualification 2025
Candidates must possess the minimum educational qualifications as prescribed by IBPS for each post. Along with a degree, certain posts require relevant work experience and proficiency in the local language.
Post | Essential Qualification | Post Qualification Experience |
Officer Scale-I (Asst. Manager) | Bachelor’s degree in any discipline (preference to Agri, IT, Law, Management, Economics, Accountancy, etc.); Local language proficiency | --- |
Officer Scale-II (GBO - Manager) | Bachelor’s degree with min. 50% marks (preference to Banking, Finance, Agri, IT, Law, etc.) | 2 years as officer in Bank/ FI |
Officer Scale-II (IT Officer) | Bachelor’s in IT/ CS/ Electronics/ Communication (min. 50%); Certificates in ASP, PHP, C++, Java, etc. desirable | 1 year in relevant field |
Officer Scale-II (Chartered Accountant) | Certified Associate from ICAI | 1 year as CA |
Officer Scale-II (Law Officer) | Degree in Law (min. 50%) | 2 years as Advocate/ Law Officer |
Officer Scale-II (Treasury Manager) | Chartered Accountant or MBA (Finance) | 1 year in relevant field |
Officer Scale-II (Marketing Officer) | MBA (Marketing) | 1 year in relevant field |
Officer Scale-II (Agricultural Officer) | Bachelor’s in Agriculture/ Horticulture/ Dairy/ Animal Husbandry/ Veterinary Science/ Forestry/ Agri. Engg./ Pisciculture (min. 50%) | 2 years in relevant field |
Officer Scale-III (Sr. Manager) | Bachelor’s degree with min. 50% marks (preference to Banking, Finance, Agri, IT, Law, etc.) | 5 years as officer in Bank/ FI |
અરજી ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 850 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જ્યારે SC, ST અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.
ફોર્મ ભરવાની તારીખ 01/09/2025 થી 21/09/2025.
ઓફિસિયલ નોટિફિકેશન
https://www.ibps.in/wp-content/uploads/CRP-RRBs-XIV_Final_AD_1.9.25.pdf
પસંદગી પ્રક્રિયા
આ ભરતી હેઠળ, ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, એક પ્રિલિમ્સ હશે અને તેમાં પાસ થનારા ઉમેદવારો પસંદગી પ્રક્રિયાના બીજા તબક્કા એટલે કે મેઈન્સમાં હાજર રહેશે. મેઈન્સ પાસ કરનાર ઉમેદવારો ત્રીજા તબક્કા, ઇન્ટરવ્યુમાં હાજર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- IBPS ibps.in ની સત્તાવાર વેબસાઈટ https://ibpsreg.ibps.in/rrbxivaug25/પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરો
અને અરજી ફોર્મ ભરો.
- ત્યારબાદ
માંગવામાં આવેલા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આ પછી અરજી ફી
ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
0 Comments