મળવાપાત્ર સહાય
મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
લાભાર્થીઓની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ.
- અરજદાર વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે.
- ઘર વહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે.
ફોર્મ ભરવાની તારીખ :- ૧૭-૦૮-૨૦૨૪ થી ૩૦-૦૯-૨૦૨૪(લંબાવવામાં આવેલ છે)
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
1)
અરજદારની જાતિનો દાખલો.
2)
આવકનો દાખલો.
3)
આધાર કાર્ડ.
4)
અરજદારનો રહેઠાણનો પુરાવો (ચુંટણી કાર્ડ).
5)
જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ
હોય તે ).
6)
અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી
તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર.
7)
મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી.(ગ્રામપંચાયત)
8)
પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
9)
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા
દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
10) બેન્ક પાસબુક.
11) અરજદારના ફોટો.
12) ખુલ્લા પ્લોટ કે કાચા મકાન નો ફોટો
અમારા whatsap ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો.
0 Comments