New Update

6/recent/ticker-posts

રેલવે ભરતી 2026: ધો.10 પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક

 RRB Level 1 Recruitment 2026: ભારતીય રેલવેમાં સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ (CEN) નંબર 09/2025 હેઠળ વિવિધ લેવલ-1 (7મી CPC પે મેટ્રિક્સ) જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ આશરે 22,000 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.


રેલવે ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થારેલવે ભરતી બોર્ડ (RRB)
પોસ્ટલેવલ-1 (ગ્રુપ ડી વિવિધ પોસ્ટ)
જગ્યા22000
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18-35
અરજી કરવાની શરુઆતની તારીખ21 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2026
ક્યાં અરજી કરવીસત્તાવાર વેબસાઈટ નીચે આપેલી છે

RRB લેવલ 1 ભરતી 2026: શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ 10મું (મેટ્રિક) પાસ કરેલું હોવું જોઈએ
  • પોઝિશન મુજબ તબીબી લાયકાત ધોરણો લાગુ પડશે.

પગાર ધોરણ

રેલવે ભરતી બોર્ડ દ્વારા પસંદ પામેલા ઉમેદવારોને ₹18,000-₹35,000 પ્રતિ માસ (7મા પગાર પંચ મુજબ) પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 33 વર્ષ

સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીઓ (SC/ST/OBC/PwBD) માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

  • જનરલ OBC, EWS માટે ₹500
  • SC ST, PH અને મહિલા ઉમેદવારો માટે ₹250.

રેલવે ભરતી 2026 અંતર્ગત પોસ્ટની વિગતો

લેવલ-1 માં સામાન્ય રીતે નીચેની જગ્યાઓ શામેલ હોય છે:

  • ટ્રેક મેન્ટેનર
  • હેલ્પર/આસિસ્ટન્ટ
  • પોર્ટર
  • પોઇન્ટ્સમેન
  • હોસ્પિટલ એટેન્ડન્ટ
  • અન્ય ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ

RRB ની મહત્વપૂર્ણ સલાહ

રેલવે ભરતી બોર્ડે ઉમેદવારોને અરજી કરતા પહેલા તેમના આધાર અપડેટ કરવાની કડક સલાહ આપી છે:
આધારમાં નામ અને જન્મ તારીખ તેમની 10મા ધોરણની માર્કશીટ સાથે મેળ ખાતી હોવી જોઈએ.
આધારમાં નવીનતમ ફોટો અને બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ/આંખ) અપડેટ કરવી આવશ્યક છે.
આધાર ચકાસણી વિના અરજી કરવાથી પાછળથી સમસ્યાઓ થઈ શકે છે.

કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લો
  • “RRB લેવલ 1 ભરતી 2026” લિંક પર ક્લિક કરો
  • નવા ઉમેદવાર તરીકે નોંધણી કરો
  • અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો
  • અરજી ફી ચૂકવો
  • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ સાચવો

પસંદગી પ્રક્રિયા

રેલવે ભરતી બોર્ડ દ્વારા જારી કરાયેલ ભરતી માટેની પસંદગી પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે, જે નીચે મુજબ છે.

  1. તબક્કો : સીબીટી (કમ્પ્યુટર આધારિત કસોટી)
  2. તબક્કો : શારીરિક કસોટી
  3. તબક્કો : તબીબી કસોટી

RRB સત્તાવાર વેબસાઇટ્સ માટે  અહી કરો

Post a Comment

0 Comments