રેલ્વે ભરતી બોર્ડે ગ્રુપ ડી હેઠળ 32438 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. શેર કરેલી વિગતો અનુસાર, આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં પૂર્ણ થશે. ભરતી માટે અરજીઓ શરૂ થાય તે પહેલા, રેલ્વેએ લેવલ 1 ની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતમાં પણ ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે આ ભરતીમાં લાયકાત મીનીમમ 10 ધોરણ પાસ છે. રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા યુવાનો અરજીઓ શરૂ થતાં જ નિર્ધારિત તારીખે ફોર્મ ભરી શકશે.
હવે 10મું પાસ પણ અરજી કરવા પાત્ર છે
RRB દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, ગ્રુપ ડીની જગ્યાઓ માટે અરજી કરવા માટે, હવે ઉમેદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી 10મું/મેટ્રિક અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું ફરજિયાત છે. ITI ડિપ્લોમા હવે લેવલ-1ની જગ્યાઓ માટે ફરજિયાત હતો પરંતુ હવે તેને નાબૂદ કરવામાં આવ્યો છે.
ભરતી વિગતો
રેલ્વે દ્વારા જારી કરાયેલ ટૂંકી સૂચના અનુસાર, આ ભરતી દ્વારા કુલ 32438 પદો પર નિમણૂક કરવામાં આવશે.
એન્જિનિયરિંગ વિભાગ
* ટ્રેક મશીન આસિસ્ટન્ટ: 799 જગ્યા
* ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV: 13,187 જગ્યા
મિકેનિકલ વિભાગ
* મદદનીશ (બ્રિજ): ૩૦૧ જગ્યા
* મદદનીશ (C&W); ૨,૫૮૭ જગ્યા
* મદદનીશ (લોકો શેડ ડીઝલ): ૪૨૦ જગ્યા
* મદદનીશ (વર્કશોપ): ૩,૦૭૭ જગ્યા
ઇલેક્ટ્રિક વિભાગ
* મદદનીશ (TRD): ૧,૩૮૧ જગ્યા
* મદદનીશ (લોકો શેડ-ઇલેક્ટ્રિકલ): ૯૫૦ જગ્યા
* કુલ મળીને વિવિધ વિભાગોમાં ૩૨,૪૩૮ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
અરજદારે ધોરણ ૧૦ પાસ કરેલું હોવું જોઇએ. ઉપરાંત, નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ (NCVT) તરફથી નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ (NAC) ધરાવતા ઉમેદવારો પણ પાત્ર છે.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર ૧ જુલાઈ ૨૦૨૫ના રોજ ૧૮ થી ૩૬ વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીઓને ઉંમરમાં
છૂટછાટ આપવામાં આવશે, જે RRB નિયમો મુજબ હશે.
અરજી ફી
* જનરલ અને ઓબીસી કેટેગરી: 500 (સીબીટી પરીક્ષામાં બેસવા પર 400 પરત કરવામાં આવશે).
* એસસી, એસટી, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર અને ઇબીસી કેટેગરી: 250 (સીબીટી પરીક્ષામાં બેસવા પર સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે).
પસંદગી પ્રક્રિયા
કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT-1)
શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
દસ્તાવેજ ચકાસણી
તબીબી કસોટી
સીબીટી પરીક્ષા પેટર્ન
પરીક્ષામાં ચાર મુખ્ય વિભાગો હશે.
સામાન્ય વિજ્ઞાન: ૨૫ પ્રશ્નો
ગણિત: ૨૫ પ્રશ્નો
સામાન્ય બુદ્ધિ અને તર્ક: ૩૦ પ્રશ્નો
સામાન્ય જાગૃતિ: ૨૦ પ્રશ્નો
દરેક સાચા જવાબ માટે ૧ ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે ૧/૩ ગુણ કાપવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
નોટિફિકેશન જાહેર થવાની તારીખ: 28 ડિસેમ્બર 2024
અરજી શરૂ થવાની તારીખ: 23 જાન્યુઆરી 2025
અરજીની છેલ્લી તારીખ: 22 ફેબ્રુઆરી 2025
અરજી પ્રક્રિયા
અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
ઓનલાઇન મોડ દ્વારા અરજી ફી ચૂકવો.
અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખો.
0 Comments