- દિવ્યાંગ સાધન સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના અમલ માં મૂકવામાં આવી છે જે 40 % ઉપર ના દિવ્યાંગ લોકો ને મળવા પાત્ર થશે.
પાત્રતાના માપદંડ
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ.
- આ યોજના હેઠળ નીચે મુજબના પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાના પ્રકાર મુજબ
સાધન મળવાપાત્ર થશે.
દિવ્યાંગતાના પ્રકાર
પ્રમાણે સાધનો
|
ક્રમાંક |
દિવ્યાંગતાના
પ્રકાર |
સાધનનુ
નામ (રેડી ટુ યુઝ) |
સાધનનુ
નામ (ફેબ્રીકેટેડ) |
|
1 |
અંધત્વ |
સ્માર્ટ કેન, સ્માર્ટ
ફોન, વિઝયુઅલ ઈમપેરડ કીટ, બ્રેલ
કિટ |
– |
|
2 |
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી |
વ્હીલચેર |
કેલિપર્સ |
|
3 |
શ્રવણ ક્ષતિ |
હિયરીંગ એઇડ્સ (BTE) બંન્ને
કાન માટે |
– |
|
4 |
ઓછી દ્રષ્ટિ |
– |
ચશ્મા |
|
5 |
બૌધ્ધિક અસમર્થતા |
TLM કિટ (ઉંમર પ્રમાણે) |
– |
|
6 |
કુષ્ઠરોગ મુક્ત વ્યક્તિ |
ADL કિટ, સેલ ફોન |
– |
|
7 |
લોકોમોટર દિવ્યાંગતા |
વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમીનીયમ
કાખઘોડી (ઍક્સિલા ક્રચ), એલ્બો
ક્રચ |
કેલિપર્સ, કૃત્રિમ
અંગો |
|
8 |
સેરેબ્રલ પાલ્સી(અસ્થિ વિષયક) |
સી.પી. ચેર, નાની
વ્હીલચેર, રોલેટરસ |
કેલિપર્સ |
|
9 |
માનસિક રોગ |
TLM કિટ (ઉંમર પ્રમાણે) |
– |
|
10 |
મલ્ટિપલ ડિસએબિલિટી |
વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટિક, એલ્યુમીનીયમ
કાખઘોડી (ઍક્સિલા ક્રચ), એલ્બો
ક્રચ, TLM કિટ (ઉંમર પ્રમાણે) |
કેલિપર, કૃત્રિમ
અંગો |
- ઉપરોક્ત સાધનમાંથી એકથી વધુ સાધન સહાયની મર્યાદામાં મળવાપાત્ર થશે.
- (એકથી વધુ સાધન માટે અરજી કરેલ હોય તેવા કિસ્સામાં સાધન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ મર્યાદા મુજબની રકમ પ્રમાણેજ મળવાપાત્ર રહેશે)
- ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક પર જઈ શકો છો અથવા રૂબરૂ જે તે લાગુ પડતી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી માં જરૂરી પુરાવા લઈ જઈ ફોર્મ ભરી શકો છો.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -05-08-2025
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગતા
પ્રમાણપત્રની ઝેરોક્ષ / દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
- ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ)
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)
- પાસપોર્ટ ફોટો

0 Comments