New Update

6/recent/ticker-posts

ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ.ગાંધીનગરની સીધા ધિરાણની યોજના ૨૦૨૫

    ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હીના સહયોગથી ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ., ગાંધીનગર દ્વારા અમલીત શૈક્ષણિક અને સ્વરોજગારના ધંધા/વ્યવસાય માટે ઓછા વ્યાજદરની યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાત રાજયના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ પૈકીના રબારી તથા ભરવાડ જાતિના લોકો પાસેથી ઓનલાઈન અરજીઓ તા. ૨૭/૦૮/૨૦૨૫ થી તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધી મંગાવવા Online Portal ખોલવામાં આવનાર છે.


યોજનાની પાત્રતા:

(૧) સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની વય મર્યાદા ૨૧ થી ૫૦ વર્ષ રહેશે. (અરજદારની વય મર્યાદા સ્વયં સક્ષમ લોન યોજનામાં ૧૮ થી ૩૫ વર્ષ અને ઉચ્ચ શૈક્ષણિક લોન યોજનામાં ૧૭ થી ૩૫ વર્ષ સુધીની રહેશે.)

(૨) અરજદારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩,૦૦,૦૦૦/-ની રહેશે.

(૩) સ્વરોજગારની લોન યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે.

(૪) અરજી કરતી વખતે આધાર નંબર સાથે લીંક હોય તે જબેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

(૫) અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઈલ નંબર આપવાનો રહેશે. મોબાઈલ નંબર ચાલુ સ્થિતીમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ કરેલ હશે તો આવી અરજીઓ રદપાત્ર ગણવામાં આવશે.

(૬) અરજીમાં સંપુર્ણ અને સાચી વિગતો ભરેલી નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદપાત્ર (નામંજુર) ગણાશે.

(૭) અગાઉ લોન અરજી ઓનલાઈન કરેલ હોય અને સંપૂર્ણ લોન દસ્તાવેજીકરણ તૈયાર કરી નિગમમાં રજુ કરેલ ન હોય તે તમામ અરજદારોની લોન અરજી દફતરે કરવામાં આવેલ હોઈ, ફરી લોન લેવા માંગતા હોય તો નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

(૮) નિગમની તમામ યોજનાઓના વ્યાજદર બાબતે સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી થયેલ વ્યાજદર લાગુ પડશે.

( ૯) લોન મેળવવાની અરજી નિગમ દ્વારા સૈદ્ધાંતિક રીતે મંજુર થયેથી સ્થાવર મિલ્કત ધરાવતા બે જામીનદાર તથા મંજુર કરેલ લોનની રકમથી દોઢ ગણી રકમની પોતાની અથવા રજુ કરેલ જામીનદારની સ્થાવર મિલ્કતમાં બોજા નોંધ કરાવવાની રહેશે તેમજ નિયમોનુસાર લોન એગ્રીમેન્ટ, ચેક વગેરે રજુ કરવાના રહેશે.


ફોર્મ ભરવાની તારીખ-૨૭-૦૮-૨૦૨૫ થી ૩૦-૦૯-૨૦૨૫


યોજના ની વિગત નીચે આપેલ છે


ફોર્મ ભરવા માટે ની લિન્ક https://ggdconline.gujarat.gov.in/


જરૂરી પુરાવા

આધારકાર્ડ

રેશનકાર્ડ

ચૂંટણી કાર્ડ

બેન્ક પાસબૂક

આવકનો દાખલો

જાતિનો દાખલો

પાસપોર્ટ ફોટો

જન્મ દાખલો અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર

સ્થાવર મિલકત અંગે નો પુરાવો


Post a Comment

0 Comments