New Update

6/recent/ticker-posts

સરકારી નોકરી: ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક, ભારતીય રિઝર્વ બેન્કમાં આવી ઓફિસ અટેન્ડેન્ટની ભરતી

 

RBI Office Attendant Recruitment 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓફિસ અટેન્ડેન્ટની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આજે એટલે કે 15 જાન્યુઆરી 2026થી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે, તેઓ માટે આ સુવર્ણ તક છે. આ ભરતી અંતર્ગત કુલ 572 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2026 છે. ઇચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને ફોર્મ ભરી શકે છે તેમજ વધારાની વિગતો મેળવી શકે છે.




આરબીઆઈની ભરતી અંતર્ગત કુલ 572 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સ અલગ-અલગ શહેરમાં વિભાજીત છે. કેટેગરી મુજબ તેની વહેંચણી નીચે મુજબ છે.
  • બિનઅનામત (UR) - 291 જગ્યા
  • અન્ય પછાત વર્ગ (OBC) - 83 જગ્યા
  • અનુસૂચિત જાતિ (SC) - 89 જગ્યા
  • અનુસૂચિત જનજાતિ (ST) - 58 જગ્યા
  • આર્થિક રીતે નબળા વર્ગ (EWS) - 51 જગ્યા

અરજી ક્યારે અને કેવી રીતે કરવી?

આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત 15 January 2026થી થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 February 2026 છે. આ તારીખ સુધીમાં અરજી ફી પણ જમા કરવી જરૂરી છે. ત્યારબાદ પોર્ટલ બંધ થઈ જશે. અરજી માત્ર ઓનલાઈન મોડમાં rbi.org.in પર જ સ્વીકારવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
  • ઉંમર: અરજીકર્તાની ઉંમર 18થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળશે.
  • શિક્ષણ: માન્ય બોર્ડમાંથી 10th પાસ હોવું જરૂરી છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
  • નિવાસ: જે શહેર માટે અરજી કરી રહ્યા છો, તે શહેરનું માન્ય નિવાસ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • પૂર્વ સૈનિકોની લાયકાત: પૂર્વ સૈનિકો માટે પણ તક છે. તેમને 10th પાસ હોવું જોઈએ અને ઓછામાં ઓછા 15 વર્ષની ડિફેન્સ સર્વિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ. જો તેમણે આર્મ ફોર્સીસની બહારથી ગ્રેજ્યુએશન કર્યું હોય તો તેઓ પાત્ર ગણાશે નહીં.
  • ભાષાની લાયકાત: જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે અરજી કરી રહ્યા છો, ત્યાંની સ્થાનિક ભાષા વાંચવી, લખવી, બોલવી અને સમજતા આવડવી જોઈએ.
સિલેક્શન પ્રક્રિયા શું રહેશે?
  • સિલેક્શન બે તબક્કામાં થશે:
  • પહેલા ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • .જે ઉમેદવારો પાસ થશે, તેમને ભાષા પ્રવીણતા ટેસ્ટ (Language Proficiency Test) આપવી પડશે.
  • બન્ને તબક્કા પાસ કર્યા પછી ફાઈનલ મેરિટ યાદી અનુસાર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
 નોટિફિકેશન માટે અહી  ક્લિક કરો

Post a Comment

0 Comments