રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે.
વર્ષ ૨૦૨૫-૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET)માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે, આ શાળાઓમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહિ.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ
સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ -તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે.
સ્વનિર્ભર શાળાઓમાં (ખાનગી શાળાઓમાં) ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ (25% બેઠકો) માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉકત યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તા.૨૨/૦૩/૨૦૨૫, શનિવારના રોજ યોજવામાં આવનાર છે.
ઉપરોકત તમામ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે યોજાનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નો કાર્યક્રમ નીચે મુજબ છે.
ક્રમ |
વિગત |
તારીખ/સમયગાળો |
૧ |
રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો |
૦૭/૦૨/૨૦૨૫ થી તા.૧૯/૦૨/૨૦૨૫ |
૨ |
પરીક્ષા ફી |
નિઃશુલ્ક |
૩ |
પરીક્ષાની તારીખ |
૨૨/૦૩/૨૦૨૫, શનિવાર |
રાજયની સરકારી, અનુદાનિત અને ખાનગી (બિન અનુદાનિત) પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદન કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર જવુ.
2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
3. ત્યારબાદ શાળાના કોઈ પણ એક શિક્ષકના ટીચર કોડ નાંખો (ધોરણ 05 ભણાવતા શિક્ષકના કોડ: પ્રાથમિકતા આપવી, જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો, શાળાના અન્ય શિક્ષક નો કોડ એડ કરવો)
4. હવે ધોરણ-5 પર ક્લિક કરવું, ધોરણ-5 ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લીસ્ટ સ્કીન પર દેખાશે. તમાર વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે.
5. ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરો, તેનું ફોર્મ ખુલશે. ફોર્મમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબ સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા છે. શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફે: થયેલ ડેટા પૈકી, કેટેગરી, કાસ્ટ, સબ કાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકાશે.
6. તમામ વિગતો ભરાયા બાદ ફોર્મ ની નીચે save બટન પર ક્લિક કરવાનું રહેશે.
7. જેથી વિદ્યાર્થીઓના ફોર્મ save થતાં રહેશે તેમની સામે saved દર્શાવશે.
8. આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
0 Comments