New Update

6/recent/ticker-posts

RTE એડમીશન 2025 જાણો વિગતવાર માહિતી

  1. RTE admission 2025: ગુજરાતમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાના હેતુથી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે 12 માર્ચ, 2025 સુધી ચાલશે. આ યોજના હેઠળ રાજ્યના 40 શહેર અને જિલ્લાઓની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં કુલ 93,527 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. 



    આ યોજનાનો લાભ રાજ્યના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવીને લઈ શકશે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખ નિયત કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં કુલ 13 કેટેગરીને અગ્રતા આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણીની યાદી 27 માર્ચ, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાના કેસો સામે આવતા, અમદાવાદમાં 197 અને સુરતમાં 108 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા.

    ગત વર્ષે ઉંમરના નિયમના કારણે પ્રવેશ સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2023-24 થી ગુજરાત સરકારે નિયમ કર્યો હતો કે 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો જ ધોરણ 1 માં પ્રવેશ માટે પાત્ર ગણાશે, જેના કારણે પ્રવેશ સંખ્યામાં ઘટાડો થયો હતો અને RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી.

ઓનલાઈન ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા

    RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓએ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઇન્કમટેક્ષ રીટર્ન (જો લાગુ હોય તો), અને આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જેવા અસલ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ક્યાંય જમા કરાવવાની જરૂર નથી.

જરૂરી પુરાવા

(૧)     બાળક નું આધારકાર્ડ                                

(૨)     બાળકનો જન્મનો દાખલો

(૩)     માતા-પિતાનું આધાર કાર્ડ                           

(૪)     બાળક નો પાસપોર્ટ ફોટો

(૫)     વાલીનો આવકનો દાખલો(૦૧-૦૪-૨૦૨૨ પછીનો)

(૬)     વાલી નો જાતિ દાખલો

(૭)     બાળક અથવા વાલી નું બેન્ક પાસબૂક              

(૮)     રેશનકાર્ડ

(૯)     આંગણવાડીમાં ૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો તેનો દાખલો.

RTE પ્રવેશમાં અગ્રતા ધરાવતી 13 કેટેગરી

  1. અનાથ બાળક
  2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક
  3. બાલગૃહના બાળકો
  4. બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
  5. મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) મુજબના દિવ્યાંગ બાળકો
  6. (ART) એન્ટિ રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
  7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો
  8. જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
  9. રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
  10. 0 થી 20 આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો
  11. અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
  12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
  13. જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો
વાલીઓ RTE ની સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

Post a Comment

0 Comments