Lagn sahay yojana Gujarat | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | e-samaj kalyan Gujarat online form | Samaj suraxa yojana | રૂપિયા 50000 થી 1 લાખ સુધી સહાય । Lagn sahay yojana detail in Gujarati

પાત્રતાના માપદંડ
|
|
|
|
|
સહાયનો દર
- આ યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલ દીઠ રૂ.૫૦૦૦૦/- + રૂ.૫૦૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ)સહાય મળવા પાત્ર છે.
- દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૫૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
- લગ્ન કંકોત્રી
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અરજી ક્યાં કરવી?
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.
અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
0 Comments