RRB Ntpc recruitment 2024: તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલી આ ભરતી ની જાહેરાત ૨ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવી છે .આ ભરતી માં કુલ ૧૧,૫૫૮ નોન -ટેકનીકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC ) ના ખાલી પદો ભરવામાં આવશે . ગ્રેજ્યુએટ તથા અંડર ગ્રેજ્યુએટ બંને પ્રકાર ના વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક છે .આ ભરતી માટે ઓનલાઇન અરજી રેલ્વે ભરતી બોર્ડ ની સૂચના અનુસાર કરવાની રહેશે . રેલ્વે ની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને તમે ઓનલાઇન આરજી કરી શકો છો .
નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝના પોસ્ટ: ભારતીય રેલ્વે બોર્ડ દ્વારા કુલ 11,558 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. જે NTPC એટલે કે નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝના પોસ્ટ માટે છે. આ ભરતીમાં ગ્રેજ્યુએટ પોસ્ટ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ બની માટે જગ્યાઓ છે. જેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટેની ફોર્મ ભરવાની તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી 13 ઓક્ટોબર 2024 સુધીની છે જ્યારે અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ફોર્મ ભરવાની તારીખ 21 સપ્ટેમ્બર 2024 થી 20 ઓક્ટોબર 2024 સુધીની છે.
ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે: ટોટલ જગ્યા - 8113
1. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝરની કુલ 1,736 જગ્યા
2. સ્ટેશન માસ્તરની કુલ 994 જગ્યા
3. ગુડ્સ ટ્રેન મેનેજરની કુલ 3,144 જગ્યા
4. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની કુલ 1,507 જગ્યા
5. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કુલ 732 જગ્યા
અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે: ટોટલ જગ્યા - 3445
1. કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કની કુલ 2,022 જગ્યા
2. એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કુલ 361 જગ્યા
3. જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કુલ 990 જગ્યા
4. ટ્રેન કારકુનની કુલ 72 જગ્યા
RRB Ntpc recruitment 2024 શૈક્ષણિક લાયકાત :
રેલ્વે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવા માં આવેલ NTPC ની ભરતી માટે જે વિદ્યાર્થીઓ ૧૨પાસ હોય અથવા અંડર ગ્રેજ્યુએટ હોય તેવા વિદ્યાર્થી અરજી કરી સકે છે . આ ઉપરાંત કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો પણ અરજી કરવા માટે યોગ્ય ગણાશે . અહીં આ ભરતીમાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ માટે અલગ-અલગ પદો પર પડતી જાહેર કરવામાં આવી છે
RRB Ntpc recruitment 2024 ઉંમર મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી ના હોવી જોઈએ અને ૩૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ . ઉમેદવાર ની ઉંમર અરજી કરવા ની છેલ્લી તારીખે ગણવામાં આવશે . ૧૮ થી ૩૦ વર્ષ વચ્ચે ની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આ આરજી કરવા માટે યોગ્ય ગણવામાં આવશે . સરકારી નિયમો અનુસાર આરક્ષિત વર્ગો માટે ઉંમર માં છૂટ -છાટ આપવામાં આવશે .
RRB Ntpc recruitment 2024 અરજી ફી :
રેલ્વે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ NTPC ની ભરતી માં કેટેગરી ના આધારે ફી માં તફાવત જોવા મળી શકે છે .સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે ફી રૂ . ૫૦૦ હશે તથા SC/ST ,PWD , મહિલાઓ ,ભૂતપૂર્વ સૈનિકો , ટ્રાન્સજેન્ડર, લગુમતી સમુદાયો તથા આર્થિક રીતે પછાત વર્ગ માટે ફી રૂ .૨૫૦ હશે .
RRB Ntpc recruitment 2024 અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
- ત્યારબાદ તમારી પ્રાથમિક માહિતી દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરી લો હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે સિલેક્ટ કરી તેની ડિટેલ ભરો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
RRB Ntpc recruitment 2024:
સત્તાવાર વિભાગ | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
નોટિફિકેશન | જોવા માટે ક્લિક કરો |
ટોટલ જગ્યા | 11,558 |
અરજી કરવાની તારીખ | 14/09/2024 (ફક્ત ગ્રેજ્યુએટ માટે) 21/09/2024 (અંડરગ્રેજ્યુએટ માટે) |
અરજી માટેની છેલ્લી તારીખ | 13/10/2024 (ફક્ત ગ્રેજ્યુએટ માટે) 21/10/2024 (અંડરગ્રેજ્યુએટ માટે) |
સત્તાવાર વેબસાઈટ | https://www.rrbapply.gov.in/#/auth/landing |
0 Comments