ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૪ અપડેટ : લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે અરજી કરવાની વધુ એક તક આપવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે આપી માહિતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે જાણકારી આપતા લખ્યું હતું કે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.
પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે?
એવામાં આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવશે કે OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા તે અંગે પણ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા આપી છે. ઉમેદવારોની મૂંઝવણ દૂર કરવા માટે જણાવ્યું કે, આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી નહીં પરંતુ OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લેવાશે.
કેટલા પદ પર થવાની છે ભરતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની સંભવિત શારીરિક કસોટી ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવાય શકે છે.
પોસ્ટ | પુરુષ | મહિલા |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 316 | 156 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 4422 | 2187 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) | 1000 | 00 |
જેલ સિપાઈ | 1013 | 85 |
કુલ | 8963 | 3509 |
0 Comments