આગામી તા.10 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે
તા.24: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ 2024-25 માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ 3.0નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.
સ્પે.ખેલમહાકુંભ 3.0 નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.10/01/2025 સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન. શ્રવણ મંદ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ 3.0ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર છે.
સ્પે.ખેલમહાકુંભ 3.0માં વિવિધ કેટેગરી માટે વયજૂથ જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે 8 થી 15 (જુનિયર, 16 થી 21 (સિનીયર), 22 થી ઉપર (માસ્ટર), શારીરિક ક્ષતિગ્રસ્ત 16 વર્ષ સુધી, 16 વર્ષ થી ઉપર 35 વર્ષ સુધી, 35 વર્ષ થી ઉપર, બ્લાઈન્ડ કેટેગરીમાં 18 વર્ષથી નીચે, 18 વર્ષથી ઉપરના, શ્રવણ મંદ કેટેગરીમાં 16 વર્ષ થી નીચે, 16 વર્ષ થી ઉપર, 45 વર્ષ થી ઉપર, સેરેબ્રલ પાલ્સીમાં ઓપન એજ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે.
સ્પે.ખેલમહાકુંભ 3.0 માં ઓફલાઈન રજીસ્ટ્રેશન જે-તે સંસ્થો અથવા તાલુકા રમત ગમત કચેરી દ્વારા કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટીફીકેટનું વેરીફીકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પે.ખેલમહાકુંભ 3.0 માં જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા
(૧) આધાર કાર્ડ
(૨) દિવ્યાંગ સર્ટિફિકેટ
(૩) પાસપોર્ટ ફોટો
(૪) બેન્ક પાસબૂક
0 Comments