ખેતીવાડી ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટે એજીઆર ૫૦ ટ્રેક્ટર સહાય યોજના માટે
- તા: ૨૫/૧૦/૨૦૨૪ ના સવારે ૧૦.૩૦ કલાકથી તા: ૩૧/૧૦/૨૦૨૪ સુધી દિન-૭ માટે I-khedut Portal ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. ટ્રેક્ટર ઘટકમાં લાભ મેળવવા માગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા તમામ ખેડુત મિત્રોને જણાવવામાં આવે છે.
૧.તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,
૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક: 82400
સાથે રાખવાના આધાર પુરાવા:
૧) બેંક પાસબુકની વિગત
૨) આધાર કાર્ડની વિગત
૩) ૮-અ ની વિગત
ઓનલાઇન ફોર્મ ભરવા માટે https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ
અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
0 Comments