ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત (Centralized) પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
મહત્વની તારીખો (UG કોર્સ માટે)
|
વિગત |
તારીખ |
|
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ
થવાની તારીખ |
૦૭ મે, ૨૦૨૬ (સવારે ૧૧:૦૦ થી) |
|
રજીસ્ટ્રેશન કરવાની
છેલ્લી તારીખ |
૨૮ મે, ૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ સુધી) |
|
પ્રથમ રાઉન્ડ ઓફર લેટર |
૦૧ જૂન, ૨૦૨૬ |
|
કોલેજમાં હાજર થઈ પ્રવેશ
કન્ફર્મ કરવાની તારીખ |
૦૨ થી ૦૬ જૂન, ૨૦૨૬ |
જરૂરી દસ્તાવેજો
ફોર્મ ભરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખવા:
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી
- ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો - SC/ST/SEBC)
- નોન ક્રીમીલેયર (SEBC) માટે
- EWS પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- આધાર કાર્ડ
નોંધણી ફી (Registration Fee)
- જનરલ અને SEBC કેટેગરી: ₹૩૦૦
- SC/ST અને EWS કેટેગરી: ₹૧૫૦(ફી ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ભરવાની રહેશે)
અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ GCAS પોર્ટલ ની મુલાકાત લો.
- 'Apply Now' પર ક્લિક કરી તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપી Quick Registration કરો.
- મોબાઈલ અને ઈમેઈલ પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન કરો.
- ત્યારબાદ લોગિન કરીને તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
- તમારી મનપસંદ યુનિવર્સિટી અને કોલેજોની પસંદગી કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ફી ભરો અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
મહત્વની લિંક: gcas.gujgov.edu.in
નોટિફિકેશ : https://gcas.gujgov.edu.in/uploads/gcasugschedule20262705052026064044112.pdf
હેલ્પલાઇન નંબર: +91 7969799680
0 Comments