New Update

6/recent/ticker-posts

આંગણવાડી તેડાગર/કાર્યકર ભરતી 2025 - Gujarat Anganvadi Bahrti 2025

 Anganwadi Bharti Gujarat 2025 ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ માટે નોકરીનો સારો મોકો આવ્યા છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે કુલ 9000થી વધુ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માનદ સેવા આધારિત છે અને યોગ્ય ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે.



અરજી શરૂ તારીખ: 08 ઓગસ્ટ 2025
અરજીની છેલ્લી તારીખ: 30 ઓગસ્ટ 2025 (રાત્રે 12:00 વાગ્યા સુધી)




શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

આંગણવાડી કાર્યકર માટે:

  • ધોરણ 12 પાસ હોવું ફરજિયાત.
  • અથવા ધોરણ 10 પાસ બાદ AICTE માન્ય 2 વર્ષનો ડિપ્લોમા કોર્ષ complete કરેલો હોવો જોઈએ.

આંગણવાડી તેડાગર માટે:

  • ઓછામાં ઓછી ધોરણ 10 પાસ હોવું જરૂરી.

નોંધ: ફોર્મમાં ફક્ત પૂર્ણ થયેલી ડિગ્રી/કોર્સની વિગતો જ ઉમેરવાની રહેશે.

Gujarat Anganwadi પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જોકે, જે આંગણવાડીમાં ભરતી હોય, તે જ આંગણવાડીમાં ફરજ બજાવતા તેડાગરને કાર્યકરની પસંદગીમાં નિયત શરતોને આધીન અગ્રતા આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

 Step-by-Step Process:

  1. આપના બ્રાઉઝરમાં આ લિન્ક ખોલો: https://e-hrms.gujarat.gov.in
  2. “Recruitment” વિભાગમાં જઈને જે જિલ્લા માં અરજી કરતીજિલ્લા માટેની ભરતી શોધો
  3. ઓનલાઈન અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ વાંચો
  4. ફોર્મમાં તમારું નામ, જન્મતારીખ, લાયકાત વગેરે વિગતો ભરો
  5. જરૂરી દસ્તાવેજો (જેમ કે માર્કશીટ, આધારકાર્ડ, જાતિ પ્રમાણપત્ર) સ્કેન કરીને PDF ફોર્મેટમાં અપલોડ કરો (સાઈઝ 2MB થી ઓછી હોવી જોઈએ)
  6. ફોર્મ સાચવીને સબમિટ કરો અને પીડીએફ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લો.

Post a Comment

0 Comments